Gujarat

સાવરકુંડલા બાર એસોસીએશનના  પ્રમુખ પદે ઝુબેર ચૌહાણની બિનહરીફ વરણી

સાવરકુંડલા ખાતે નાની ઉમરમાં કાયદાકીય ક્ષેત્રે સનદ મેળવીને છેલ્લા આઠ વર્ષથી પ્રેક્ટિસ કરતા યુવા એડવોકેટ ઝુબેર ચૌહાણની સાવરકુંડલા બાર એસોશિયેશન  (વકીલ મંડળ)ના બિનહરીફ વરણી કરવામાં આવેલ હતી. સાવરકુંડલા મુસ્લિમ સિપાહી જમાતના ઉપપ્રમુખ પદે સેવા આપતા ઝુબેર ચૌહાણ ઘણા વર્ષો પછી મુસ્લિમ વકીલ મંડળના પ્રમુખ પદે આવ્યા છે
અગાઉ દિનમહંમદભાઈ દલ સાવરકુંડલા બાર એસોસીએશનના પ્રમુખ પદે હતા બાદ યાકુબભાઈ રસભર્યા સાવરકુંડલા બાર એસોશિયેશનના  ઉપપ્રમુખ પદે બિનહરીફ વરણી થયેલ હતી જ્યારે સાવરકુંડલા બાર એસોશિએશનના પ્રમુખ પદે બિનહરીફ વરણી ઝુબેર ચૌહાણ થતા વકીલ મિત્રો, શુભેચ્છકો, સામાજિક સંસ્થાના અગ્રણીઓ અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા ઝુબેર ચૌહાણને 9377151193 પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.
બિપીન પાંધી સાવરકુંડલા