માંગરોળ તાલુકાના લોએજ ગામમાં તા. 11/12/2024 ને બુધવાર ના રોજ કારાભાઈ રામસીભાઈ નંદાણિયા,ઉ.વ.૮૦નું દુઃખદ અવસાન થયેલ જેઓ રામભાઈ કારાભાઈ નંદાણિયા તેમજ લખનભાઈ કારાભાઈ નંદાણિયાના પિતાશ્રી થાય છે.
આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.કારાભાઈના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા, શીલ પી.એચ.સી.સેન્ટરના ગોવિંદભાઈ વાળાએ મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ ને પહોચાડવામાં આવ્યા હતા