Gujarat

શ્રી દીપક ફાઉન્ડેશન  વડોદરા દ્વારા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ન્યુટ્રીશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

શ્રી દીપક ફાઉન્ડેશનના ઉપક્રમે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબીના 25 જેટલા ટીબીના દર્દીઓ માટે ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ મુખય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માગઁદશન હેથળને તેમજ દીપક ફાઉનડેશના સહયોગથી યોજવામાં આવ્યું હતું. જેમાં દીપક ફાઉન્ડેશનના પ્રોગ્રામ કો ઓર્ડીનેટર  આકાનસા સીંગ ,તાલુકાના ટીબી સુપરવાઈઝરો મનહરભાઈ વણકર તથા પરેશભાઈ વૈદ, સહિત જિલ્લા ક્ષય કેન્દ્ર ના એકાઉન્ટ વસંતભાઈ સોલંકી શહેર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર