મુળધરાઈ કેન્દ્રવર્તી શાળાના શિક્ષક જીતેન્દ્રસિંહ ચૌહાણને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના છઠ્ઠા વાર્ષિક પદવીદાન સમારોહમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે પીએચ.ડીની પદવી આપવામાં આવી.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ મહામહિમ આચાર્ય દેવવ્રતએ ભાગવત ગીતાના મૂલ્યો અને જીવન દર્શન વિશે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ, પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.



