Gujarat

ગાંધીનગરના એસટી ડેપોની પાછળ ઝાડીમાં વરલી મટકાંનો જુગાર રમાડતો રીઢો જુગારી ઝડપાયો, 16 હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરના એસ.ટી ડેપોની પાછળ ગેરકાયદેસર નોનવેજની હાટડીઓ નજીક વરલી મટકાંનું જુગાર ધામ પણ શરૂ થઈ ગયું હોવાની પૂર્વ બાતમીના પગલે લોકલ ક્રાઇમ બ્રાંચે રેડ કરીને સેકટર – 12 ના જુગારીને 16 હજારથી વધુના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરમાં એસ.ટી ડેપોની પાછળ વિસ્તારમાં ગેરકાયદેસર નોનવેજની હાટડીઓની હારમાળાની નજીક જુગાર ધામ પણ છેલ્લા ઘણા વખતથી ધમધમતા જુગારીઓના પણ અત્રેના એરિયામાં આંટાફેરા વધી ગયા હતા.

દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ સેકટર – 7 પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગ કરી રહી હતી.

એ સમયે બાતમી મળી હતી કે, એસ.ટી ડેપો ની પાછળ ઝાડીમાં જુગાર ધામ ચાલી રહ્યું છે. જે હકીકતના આધારે પોલીસ ટીમે અત્રેના વિસ્તારમાં રેડ કરી હતી. જ્યાં રામકથા મેદાન બાજુ વડના ઝાડ નીચે એક ઈસમ મોબાઈલમાં શંકાસ્પદ પ્રવર્તી કરતા મળી આવ્યો હતો.

જેની કડકાઈથી પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ મહંમદ ઈબ્રાહીમ ગુલામ અબ્બાસ મનસૂરી (સેકટર – 12/બી, પ્લોટ નંબર – 482/2) હોવાનું જણાવ્યું હતું.