રાજકોટ ખાતે વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીનું એરપોર્ટ ખાતે રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રેન્જ આઇ.જી શ્રી અશોક યાદવ, પોલીસ કમિશનરશ્રી બ્રિજેશ કુમાર ઝા, નિવાસી અધિક કલેકટરશ્રી એ. કે. ગૌતમ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રીબેન વંગવાણીએ પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

જશવંતપુર હેલીપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સંસદ સભ્ય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હણે, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંઘ, તથા સ્થાનિક અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.

