ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ જિલ્લામાં અનેકવિધ વિકાસકાર્યોના ખાતમુહુર્ત-લોકાર્પણ પ્રસંગે આવી પહોંચ્યા છે.

આ પ્રસંગે રાજકોટ શહેરમાં જૂના એરપોર્ટ ખાતે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રીઓ ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ અને દૂર્લભજીભાઈ દેથરીયા, રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા, નાયબ પોલીસ કમિશ્નરશ્રી જગદીશ બાંગરવા, એ.સી.પી.શ્રી એમ. આઈ. પઠાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રિયંકભાઈ ગલચર, અગ્રણીશ્રીઓ મૂકેશભાઈ દોશી, ભરતભાઈ બોઘરા સહીતના પદાધિકારીઓ-અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું.

