Gujarat

એક તો શિયાળો અને એમાં સેકેલ જીંજરાની મોજ

શિયાળો એટલે આમ તો પૌષ્ટિક ફળ અને શાકભાજી પેટભરીને આરોગવાનો શ્રેષ્ઠ સમય આમ ગણીએ તો શિયાળામાં જ માનવી પોતાની તંદુરસ્તી જાળવવા વિવિધ પ્રકારના વસાણા પણ આરોગતાં હોય છે. જો કે કુદરતી રીતે પાકતાં ચણાના કાચા ચણાં કે જેને આપણે જીંજરા પણ કહીએ છીએ તે હાલ બજારમાં વેચાતાં જોવા મળે છે.
રૂપિયા ૨૦૦ ના કિલો  લેખે વેચાતાં એ તાજાં જીંજરાને સેકીને તેમનાં ફોતરા કાઢીને ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. જો કે ઘણા લોકો ચણાનું પણ જાદરયું (એક પ્રકારનું શિયાળાનું વસાણું) બનાવીને ખાતા જોવા મળે છે. એમ કહેવાય છે કે  ચણા ખાવાથી શરીરમાં ઘોડા જેવી તાકાત આવે છે.. અને શિયાળામાં નિયમિત ચણા ખાવાથી ઉનાળા અને ચોમાસામાં પણ શારિરીક રીતે ઓછી તકલીફો અને બિમારીઓ આવે છે.
પેલાં ભૈયા લોકોના ચના જોર ગરમ… અને જીંજરાનાં ચણાં.. આ જીંજરાને ફોલીને તેમાંથી નિકળતાં લીલાં છમ અને સ્વાદિષ્ટ ચણાને વઘારીને મસાલેદાર બનાવીને પણ ખાઈ શકાય છે અને આપણી અન્ય શાકભાજીમાં પણ મિક્સ કરીને આરોગવાની મજા જ કંઈક ઓર હોય છે
બિપીન પાંધી સાવરકુંડલા