સાવરકુંડલાના સંગીત પ્રેમીઓમા આ આઘાતજનક સમાચાર સાંભળીને ગમગીનીનો માહોલ છવાયો.
ઉસ્તાદ ઝાકીરહુસેન ૭૩ વર્ષની ઉંમરના હતાં તેની તબિયત લથડતાં તેને અમેરિકાની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં મળતી માહિતી મુજબ તેને હ્રદય સંબંધિત બિમારી સંદર્ભે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતાં ત્યાર બાદ અમેરિકાના શહેર
સાનફ્રાંસિસ્કોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેનું દુખદ નિધન થતાં સંગીત પ્રેમીઓમા ગમગીનીનો માહોલ છવાયો વાત કરીએ તેના જીવન સફરની તો ઉસ્તાદ ઝાકીરહુસેન કરોડોની સંપત્તિના માલિક હતા પરંતુ પહેલાં પર્ફોમન્સના માત્ર પાંચ રૂપિયા મળ્યા હતા..!!

ઝાકિર હુસૈનના પિતા ઉસ્તાદ અલ્લાહ રખા પણ જાણીતા તબલાવાદક હતા. ઝાકીરને તબલા વગાડવાનું કૌશલ્ય પિતા પાસેથી વારસામાં મળ્યું હતું. તેમણે પંડિત શિવ કુમાર પાસેથી સંગીત પણ શીખ્યું હતું.

સાવરકુંડલા શહેરનાં સંગીત પ્રેમીઓમા માધવ સંગીત કલાસના અરવિંદભાઈ શેલડીયા તેમજ તાનારીરી સંગીત કલાસના ભક્તિબહેન પરમાર, ભાઈ ભાઈ ફેમ મહેન્દ્રભાઈ બગડા, અમરેલી જિલ્લાના સક્રિય પત્રકાર ફારૂકભાઈ કાદરી, દિલીપભાઈ જીરુકા, બિપીનભાઈ પાંધી, દિપકભાઈ પાંધી, સાવરકુંડલા સિનિયર સિટીઝનના હર્ષદભાઈ જોશી, ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ રમેશભાઈ હીરાણી લાયન્સ ક્લબના કમલ શેલાર, પ્રતિકભાઈ નાકરાણી, જતીનભાઈ બનજારા, કરશનભાઈ ડોબરીયા, વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલાના પ્રમુખ હિતેશભાઈ સરૈયા, રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ, અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળા, સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળના શિક્ષક તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ દવે સમેત સાવરકુંડલાના અનેક સંગીત પ્રેમીઓમાં આ આધાતજનક સમાચાર સાંભળીને ગમગીનીનો ભારે માહોલ છવાયો.
બિપીન પાંધી સાવરકુંડલા

