નેહરુ મેમોરિયલના સભ્ય રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને પત્ર લખીને જવાહરલાલ નેહરુના મહત્વના દસ્તાવેજાે મ્યુઝિયમને પરત કરવા અથવા ડિજિટલ કોપી આપવા વિનંતી કરી
નેહરુ મેમોરિયલના સભ્ય અને જાણીતા ઈતિહાસકાર રિઝવાન કાદરીએ, કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે સોનિયા ગાંધીની કસ્ટડીમાં જવાહરલાલ નેહરુ સંબંધિત કેટલાક કાગળો છે, આ કાગળો પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને પરત કરવામાં આવે. આ પહેલા તેમણે સોનિયા ગાંધીને પણ આવો જ પત્ર લખ્યો હતો. આ પત્ર એડવિના માઉન્ટબેટન સાથેના તેમના પત્રવ્યવહાર સાથે સંબંધિત છે.
રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં લખ્યું છે કે, ‘હું આજે તમને વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલય (ઁસ્સ્ન્) વિશે લખી રહ્યો છું, જે પહેલા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય (દ્ગસ્સ્ન્) તરીકે ઓળખાતું હતું. જેમ તમે જાણો છો, ઁસ્સ્ન્ સામ્રાજ્યવાદ વિરોધી સંઘર્ષ સહિત ભારતના આધુનિક અને સમકાલીન ઈતિહાસને જાળવવામાં અને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જવાહરલાલ નેહરુ મેમોરિયલ ફંડે ૧૯૭૧માં જવાહરલાલ નેહરુના ખાનગી કાગળો ઁસ્સ્ન્ને ઉદારતાથી ટ્રાન્સફર કર્યા. આ દસ્તાવેજાે ભારતીય ઈતિહાસના મહત્વના સમયગાળા વિશે અમૂલ્ય માહિતી પૂરી પાડે છે.
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘૨૦૦૮માં તત્કાલિન યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની વિનંતી પર, આ દસ્તાવેજાેનો સંગ્રહ ઁસ્સ્ન્માંથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. અમે સમજીએ છીએ કે, નહેરુ પરિવાર માટે આ દસ્તાવેજાેનું વ્યક્તિગત મહત્વ હશે. પરંતુ, ઁસ્સ્ન્ માને છે કે, આ ઐતિહાસિક સામગ્રીમાં જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, અરુણા આસફ અલી, વિજય લક્ષ્મી પંડિત, બાબુ જગજીવન રામ અને ગોવિંદ વલ્લભ પંત જેવા વ્યક્તિત્વો સાથેના પત્રવ્યવહારનો સમાવેશ થાય છે.
સંશોધકોને આ પત્રવ્યવહારથી ઘણો ફાયદો થશે. સંભવિત ઉકેલો શોધવામાં તમારા સહકાર બદલ અમે આભારી રહીશું. રિઝવાન કાદરીએ પત્રમાં રાહુલ ગાંધીને કહ્યું, ‘મેં ઔપચારિક રીતે સોનિયા ગાંધીને વિનંતી કરી છે કે તેઓ આ દસ્તાવેજાે ઁસ્સ્ન્ને પરત કરે અથવા ડિજિટલ કોપી આપે અથવા સંશોધકોને સ્કેન કરવાની મંજૂરી આપે. વિપક્ષના નેતા તરીકે હું તમને વિનંતી કરું છું કે આ મુદ્દા પર ધ્યાન આપો અને ભારતના ઐતિહાસિક વારસાના જતનની હિમાયત કરો. અમે માનીએ છીએ કે સાથે મળીને કામ કરીને અમે ભવિષ્યની પેઢીના લાભ માટે આ મહત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજાેની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરી શકીશું.’

