Gujarat

વઢવાણ વાડીપ્લોટ વિસ્તારમાં ગટરના પાણી ઊભરાતા હાલાકી

સુરેન્દ્રનગર વઢવાણ નવાદરવાજા બહાર આવેલા વાડીપ્લોટ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ત્યારે સોમવારની રાત્રિના સમયે રસ્તા પર ગટરના પાણી આવી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વઢવાણ શહેરના વાડીપ્લોટ વિસ્તાર રોહીદાસ મંદિરની આગળ પસાર થતા રસ્તા પર ઘણા સમયથી ગટરો ઊભરાઇને પાણી નીકળી રહ્યા છે.

સોમવારની રાત્રે પણ ગટરો ઊભરાતા તેના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. ગંદા પાણીનો જમાવડો થતા આજુબાજુ રહેતા રહીશોને પણ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.