Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિર ખાતે અમરેલી શાંતબા મેડિકલ કોલેજના બીએસસી નર્સિંગ અને એ. એન. એમ ના વિદ્યાર્થીઓ માનવમંદિરની મુલાકાત અને રીસર્ચ સંદર્ભે પધારેલ 

અમરેલી શાંતબા મેડિકલ કોલેજના  B.sc નર્સિંગ અને A.N.M ના વિદ્યાર્થીઓ સાવરકુંડલા સ્થિત માનવમંદિરની મુલાકાત અને  રિસર્ચ સંદર્ભે વિઝિટ માટે પધારેલ. માનવમંદિરનો ટૂંકો પરિચય એટલે અહીં મનોરોગી બહેનોને માતૃપ્રેમ અને પિતા તુલ્ય સ્નેહ સાથે એક પરિવારની માફક  માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ હેતથી માવજત કરે છે.  અહીંથી અનેક મનોરોગી બહેનોને સાજી થઈને પરત પોતાના સ્વ ગૃહે પરત પણ ગયેલ છે.
અહીં નાતજાતના ભેદભાવ વગર માત્ર સ્નેહને લક્ષમાં રાખીને નિસ્વાર્થ અને નિશુલ્ક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અહીં માનવતા એ જ શ્રેષ્ઠ ધર્મ સમજીને પૂ. ભક્તિરામબાપુ સમેત તમામ સેવકો મનોરોગી બહેનોની દેખભાળ કરે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે પૂ. ભક્તિરામબાપુ આ સંસ્થા માટે કોઈની પાસે હાથ લાંબો કરતાં નથી. અહીંની પ્રત્યક્ષ પ્રમાણ સેવાકીય પ્રવૃતિઓ સગી આંખે નિહાળીને દાતાશ્રીઓ દાનની સરવાણી વહાવે છે.
બિપીન પાંધી સાવરકુંડલા