G.C.E.R.T ગાંધીનગર દ્વારા પ્રેરિત, અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા,જિલ્લા શિક્ષણ સમિતિ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત બહાદરપુર જવાહર નવોદય વિદ્યાલય ખાતે બાળકોમાં સંશોધન રુચિ કેળવાય તે માટે આયોજિત તાલુકા કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫” કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓની સાથે આ ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, જીલ્લા પંચાયતના સભ્ય જશોદાબેન બારીયા, અરુણાબેન તડવી, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નયનાબેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી, ટી.પી.ઓ,બી. આર.સી, શાળાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર