વાહન ચાલકોમાં હાશકારો જ્યારે અકસ્માતનો ભય ટળ્યો
છોટાઉદેપુર તાલુકાના દેવહાટ ગામ પાસે આવેલ દેવ નદી ઉપર એક બ્રિજ પસાર થાય છે જે નેશનલ હાઈવે નંબર 56 ઉપરનો બ્રિજ છે આ બ્રિજ ઉપર આવેલી પેરાફીટ થોડા દિવસો અગાઉ ટ્રકની ટક્કરે તૂટી ગઈ હતી જે સમાચાર મીડીયામાં પણ પ્રકાશિત થયા હતા. બાબતેની રિપેરિંગ કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. અને પેરાફિટનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેના કારણે આવતા જતા વાહનચાલકો ને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો તેમાં રાહત મળી છે. અને વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામ પાસે નેશનલ હાઇવે 56 ઉપર આવેલી પુલની પેરાફીટ એક ટ્રકની ટક્કરે તૂટી ગઈ હતી, છતાં પણ નેશનલ હાઇવે ઑથૉરિટી દ્વારા કોઈપણ જાતની ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં ના આવતા લોકોમાં અકસ્માતનો ભય જોવા મળ્યો હતો. પરંતું તંત્ર દ્વારા તેની રપેરિંગ કામગીરી કરી દેવામાં આવી છે જેના કારણે વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.
છોટાઉદેપુર જિલ્લાના દેવહાંટ પાસે નેશનલ હાઇવે 56 ઉપર આવેલ પુલ પર બે દિવસ પહેલાં રાત્રી દરમિયાન એક ટ્રકનો અકસ્માત થયો હતો. ટ્રકના જોરદાર અકસ્માતને પગલે પુલની પેરાફીટ લગભગ 15 ફૂટ જેટલી તૂટી ગઈ હતી. સદનસીબે ટ્રક પુલની નીચે ન પડતાં રાહત થઈ હતી. આ હાઇવે ઉપરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે, જેને લઇને કોઇ મોટો અકસ્માત થયા તેની દહેશત રાહદારીઓમાં હોય છે જેથી પુલના કામ ચાલતા હોય કે રસ્તા તૂટેલા હોય તથા રસ્તાના કામ ચાલતા હોય જ્યાં આગળ હાઇવે ઓથોરીટી દ્વારા ચેતવણી બોર્ડ લગાડવા જરૂરી છે.
છોટાઉદેપુરના દેવહાંટ ગામ પાસે ને.હા.56 ઉપર પુલની તૂટેલી પેરાફીટ તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર