Gujarat

જેતપુરમાં નવાગઢ ચોકડી પાસે દારૂના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા

રૂા.1.29 લાખનો મુદ્દામાલ કબ્જે કરીતી એલસીબી
જેતપુરના નવાગઢ ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને પોલીસે પકડી પાડી મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારના નવાગઢ ચોકડી પાસે દરોડો પાડયો હતો.જેમાં એક મોટર સાયકલ તથા એક જયુપીટર ટુ વ્હીલ સાથે ચાર શખ્સો પાસેથી બેગ અને થેલામાંથી રૂા.34,300નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો.
વિદેશી દારૂ સાથે ઝડપાયેલા આ શખ્સોમાં પીયુષભાઈ ન્યાલચંદભાઈ વધવા, સાહિલભાઈ રજાકભાઈ ભટ્ટી, કેવલભાઈ કિશોરભાઈ પરમાર તથા ફરદીનભાઈ ઉર્ફે નવાબ અમીનભાઈ ભટ્ટી (રહે. જેતપુર)નો સમાવેશ થાય છે. પોલીસ રૂા.1.29 લાખનો મુદ્દામાલ કબજે કરી આ શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.