માનનીય ધારાસભ્યની સૂચનાથી જ્યાં સુધી રોડનું રી સરફેસિંગ ટેન્ડરની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આ રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હોય લોકોને તેમજ ટ્રાફિકમાં ખૂબ જ તકલીફ પડતી હોય જેથી સંબંધિત વિભાગને તાત્કાલિક કામ ધોરણે રોડનું કામ કરવા સૂચના આપતા આ વિસ્તારના ગામ લોકો તરફથી આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને હાલ પૂરક રોડનું સમારકામ શરૂ થતા તમામ ગામ લોકોએ માનનીય ધારાસભ્યનો આભાર વ્યક્ત કરી આનંદની લાગણી વ્યક્ત કરી છે વધુમાં તેમજ આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા તથા ગામના સરપંચ અને ભાજપ અગ્રણીઓ નિલેશભાઈ કચ્છી દ્વારા પણ ધારાસભ્યશ્રીને રૂબરૂ ખાસ આભાર વ્યક્ત કરવામાં આવેલ છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા