ભારત દેશના ભાજપ સરકારના ગૃહ મંત્રી અમીત શાહ દ્વારા સંસદ ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી વિશે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો અને તેમનો અપમાન કર્યું જેના માટે એસ.ટી.એસ.સી ઓબીસી સમાજનું અપમાન કર્યું છે. તે બાબતે ભારતના ગૃહ મંત્રી તરીકે હોદ્દા પરથી રાજીનામું આપે અને જાહેરમાં માફી માંગે તે બાબતે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના આગેવાનો એસ.ટી.એસ.સી ઓબીસી સમાજના લોકો ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી બાબા સાહેબ અમર રહો ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપે અને બાબાસાહેબ વિશે જે અભદ્ર ટીપ્પણી કરી છે. તે અંગે માફી માંગે તે અંગેના સૂત્રૌચ્ચાર સાથે દેખાવ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી અને વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેનભાઈ તિવારી, જગાભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાનભાઈ રલીયા, તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો એસ.ટી.એસ.સી ઓબીસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર