જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતમા સિંચાઈ યોજનાની કામગીરી, ચેકડેમના કામો, ખાણ ખનીજ વિભાગ ડી.એમ.એફ. ગ્રાન્ટ બાબતે, વીજ કંપનીની કામગીરી, જંગલ જમીનની ૭/૧૨ અંગે, મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના, પીએમ સૂર્ય ઘર, કિશાન સર્વોદય યોજના, ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાન, શ્રમિક અન્ન પૂર્ણ યોજના વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત પર ચર્ચા કરવામાં આવી હતી.
સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંકલન સમિતિના અધિકારીઓને જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેમનો સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેશ ગોકલાણી, પ્રાંત અધિકારીઓ, સહિતના વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર