તારીખ ૨૧-૧૨-૨૪ના શનિવારે લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા ગીતસંગીત ક્ષેત્રે જોરદાર પ્રગતિ કરી રહેલ ગ્રુપ સ્વરસાધના સંગીત પરિવારનો જોરદાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ હતો. સાવરકુંડલા ખાતે ભુવા રોડ પર આવેલ સતીઆઈ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાયેલ. આમ તો આ લાયન્સ ક્લબના સ્નેહ મિલન ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતું…આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ હિન્દી ગીતો તથા ગુજરાતી ગરબા જેવા ગીતો રજૂ કરી લાયન્સ કલબના સભ્યોના દિલ જીતી લીધા હતા. આ કાર્યક્રમના સ્વર સાધના પરિવારના આ કાર્યક્રમને ગ્રુપના કલાકારોની કલાને બિરદાવી આ ગ્રુપના સભ્યોને લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા પુરસ્કાર ભેટ અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવેલ. આ તકે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રેસિડેન્ટ પ્રતિકભાઈ નાકરાણી, કમલભાઈ શેલાર સમેત તેમની ટીમનો આ ગ્રુપ દ્વારા આભાર પણ વ્યક્ત કરવામા આવેલ
સ્વરસાધના ગ્રુપ સાવરકુંડલાની ટીમના સભ્યોનો ટૂંકમાં પરિચય આપીએ તો
પ્રો.શ્રી પરેશ ભટ્ટ, હેતલબેન મહેતા, અમિતભાઇ દવે, પિયુષ દવે, કેવલભાઈ વેલાણી, મહેન્દ્રભાઈ રાઠોડ સમેત તમામ સંગીત ક્ષેત્રે વિવિધ પ્રકારના ગુજરાતી હિન્દી ગીતો, લગ્ન ગીતો દાંડિયા રસમાં ચાલતાં ગીતો , ભક્તિ ગીતો સમેત પ્રસંગને અનુરૂપ ગીતો દ્વારા સાવરકુંડલાની જનતાના દિલ જીતી રહ્યા છે
બિપીન પાંધી સાવરકુંડલા