છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગ રીપેર ના કરતા ગ્રામજનોને પ્રશાસનને જગાડવા માટે તૂટેલા કોઝવેમાં પથ્થરો પુરીને રસ્તો બનાવવાની જાત મહેનત કરી છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જગાડવા માટે સૂત્રોચ્ચાર કર્યા અને પુલ આપો પુલ આપોની માંગણી કરી.

મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા એમ છોટાઉદેપુર તાલુકાના છેવાડાના ૧૦ જેટલા ગામોને અને મધ્યપ્રદેશના ગામોને જોડતા રસ્તા ઉપર ભોરદલી ગામ પાસે આવેલા કોતર ઉપર લો લેવલનો કોઝ વે છેલ્લા પાંચ વર્ષથી બંનેવ તરફથી તૂટી ગયેલ હોવાથી બે વાહનો પસાર થઇ શકતા નથી. રાત્રીના સમયે મોટો અકસ્માત થાય તેવી ભીતિ છે.

પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વારંવાર ગ્રામજનોએ કોઝવેને રીપેર કરવા માટે રજુઆત કરવા છતાંય તંત્રના કાને અવાજ પહોંચતો નથી. જયારે અગાઉ પુલ બનાવવા માટે અનેક વખત રજુઆત કરવામાં આવી છે. છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. બંને છેડે મોટા પ્રમાણમાં તૂટેલા કોઝ વે ઉપરથી પસાર થવું ખૂબજ જોખમી છે. ગામલોકોનો આરોપ છે કે આદિવાસી વિસ્તારના વિકાસના સરકાર દાવા કરે છે.

પરંતુ ખરેખર વિસ્તારમાં હાલત ખૂબ જ કફોડી છે. હાલ તો પ્રશાસનના બહેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવા ગામલોકો જાતે જ જાત મહેનત કરી મરામત કરી રહ્યા છે. અને સૂત્રોચ્ચાર કરી પુલની માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

