તેમના નિધનથી રઘુવંશી સમાજને એક વણપૂરાયેલ ખોટ
રઘુવંશી સમાજમાં એવું એક પણ ઘર નહીં હોય જ્યાં સુખદુખના પ્રસંગે નરેન્દ્રભાઈની ઉપસ્થિતિ ન હોય.?
આજરોજ સાવરકુંડલાના રઘુવંશી સમાજના સેવાભાવી અગ્રણી નરેન્દ્રભાઈ રતિભાઈ વણઝારાનું નિધન થતાં રઘુવંશી સમાજમાં ગમગીનીનો માહોલ સર્જાયો. જ્ઞાતિ સમાજ અથવા સેવાકીય પ્રવૃત્તિઓ કરતી કોઈ પણ સંસ્થાઓમાં નરેન્દ્રભાઈ પોતે સેવાકીય પ્રવૃત્તિઓમાં હમેશા અગ્રેસર રહેતાં જોવા મળેલ. એમાં પણ અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયના તેઓ ચુસ્ત અનુયાયી અને ખરાં અર્થમાં એક સાચા સમાજસેવક હતાં ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર રહેતાં નરેન્દ્રભાઈ હાલ આ ફાની દુનિયા છોડી પરલોક સિધાવતાં રઘુવંશી સમાજે ખરા અર્થમાં એક સેવાભાવી ગુમાવી દીધા છે.
તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે એજ પ્રભુ પ્રાર્થના સહ પરિવારમાં તેમના ધર્મપત્ની, ભાઈ, બહેન પરિવાર સમેત તમામને વિલાપ કરતાં છોડી જતાં સમગ્ર પરિવાર દુખની ઊંડી ગર્તામાં હોય તેમના પરિવાર પર આવેલ આ અસહ્ય દુખને સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા હિંમત આપે. આ સાથે સદગતનું બેસણું તારીખ ૨૬-૧૨-૨૪ ને ગુરૂવાર બપોરે ચાર થી છ વાગ્યા સુધી અહીં સાવરકુંડલા જેસર રોડ પર આવેલ ૐ કારેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.બિપીન
પાંધી સાવરકુંડલા

