Gujarat

સાવરકુંડલામાં મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં અત્યાર સુધીમાં કુલ 112021(એક લાખ એકવીસ હજાર અને એકવીસ)e -kyc  પૂર્ણ કરેલ 

જાહેર રજાના દિવસોમા પણ પુરવઠા વિભાગ પ્રસંશનીય કામગીરી જોવા મળી
રજાના દિવસોમાં પણ  e-kyc માટે સાવરકુંડલાના મામલતદાર શ્રી અને અને પુરવઠા શાખાના નાયબ મામલતદાર શ્રી સહિત
પૂરવઠા  વિભાગનો સ્ટાફનો સ્ટાફ ખડેપગે
હાલમાં ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોના e-kyc અંગેની ખાસ ઝુંબેશ રૂપે કામગીરી થઈ રહી છે જેને લઈને સાવરકુંડલા મામલતદાર કચેરીની પુરવઠા શાખા દ્વારા કચેરી દરમિયાન અને જાહેર રજાના દિવસે પણ ખાસ કેમ્પનું આયોજન કરી ને વધારેમાં વધારે લોકો e-kyc કરી શકે તે અંગે જરૂરી પ્રચાર-પ્રસાર કરી સતત કામગીરી કરી રહ્યા છે
સાવરકુંડલા તાલુકા ના દરેક ગામમા પણ હાલમાં e-kyc ની કામગીરી ચાલુ છે તો જે રેશનકાર્ડ ધારકો ના e-kyc  બાકી છે તે ઝડપથી e-kyc  કરાવી લેવા માટે સાવરકુંડલા મામલતદાર શ્રી જે.એન.પંડ્યા અને  પૂરવઠા શાખાના નાયબ મામલતદાર શ્રી કિરીટ પાઠક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ તકે સાવરકુંડલામાં જાહેર રજાના દિવસોમાં પણ કોમ્પ્યુટર ઓપરેટર દિપક પરમાર, દિવ્યેશ મહેતા ,અને હાર્દીક  જેઠવા પણ મામલતદારશ્રી અને પુરવઠા વિભાગના નાયબ મામલતદારશ્રીના માર્ગદર્શન હેઠળ e-kycનો દોર આગળ ચલાવી રહ્યા છે એમ યોગેશ ઉનડકટની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
સાવરકુંડલા