આગામી નગરપાલિકા અને ખાલી પડેલી પંચાયતની બેઠકો માટે ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા છોટાઉદેપુર શહેર અને છોટાઉદેપુર તાલુકા સંગઠનના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. શહેર પ્રમુખ તરીકે એજાઝહુસૈન શેખ અને તાલુકા પ્રમુખ તરીકે હેમસિંગભાઈ રાઠવાની પસંદગી કરાઈ છે.
છોટાઉદેપુર તાલુકા યુવા પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાને નિમણૂક પત્ર અપાયો છે. નવા નિમાયેલા પ્રમુખોને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા. કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં અર્જુન રાઠવા , નગરપાલિકા પ્રભારી ભીખાભાઈ રબારી, ઈરફાન મકરાણી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત આગવાનો સરપંચો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર