ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ 2024 નિમિત્તે દરેક જિલ્લામાં તાલુકા ભાજપ પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રસિકભાઈ રાઠવા અને શહેર ભાજપ પ્રમુખ તરીકે અંકુરભાઈ પંચોલીની વરણી કરવામાં આવી છે.
સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના મંડલ પ્રમુખ, કવાટ મંડલ પ્રમુખ, નસવાડી મંડળ પ્રમુખ સંખેડા અને જેતપુર પાવી તાલુકા મંડળ પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે. છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે તાલુકા ભાજપ પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખે રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા નેતૃત્વનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર