Entertainment

હિના ખાન ટુંક સમયમાં જ ટીવી પર ધમાકેદાર વાપસી કરશે

બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહેલી હિના ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કિમોથેરાપીના સેશન લઈ રહી છે અને આ દરમિયાન સોશિયલ મીડિયા પર તે પોતાની હેલ્થને લઈને અપડેટ પણ શેર કરતી હોય છે. હિના ખાન છેલા ઘણા સમયથી ટીવીની દુનિયાથી દૂર છે. પરંતુ હવે હિના ખાન ટીવીથી જાેરદાર કમબેક કરવાની છે તે એવી ચર્ચા છે. જાણવા મળતી માહિતી અનુસાર હિના ખાન ગૃહ લક્ષ્મી નામના ટીવી શોથી ટેલિવિઝન પર કમબેક કરવા જઈ રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર હિના ખાન ગૃહલક્ષ્મી નામના ટીવી શોમાં જાેવા મળશે જે એપિક ઓન ઉપર સ્ટ્રીમ થશે. ખાસ વાત એ છે કે આ શોમાં હિના ખાન ઉપરાંત ચંકી પાંડે, રાહુલદેવ અને દિવ્યેંદુ ભટ્ટાચાર્ય પણ જાેવા મળશે. ગૃહલક્ષ્મી શોમાં હિના ખાનનો રોલ શું હશે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ગૃહલક્ષ્મી ટીવી સીરીયલની સ્ટોરી અસ્તિત્વ અને ટ્રાન્સફોર્મેશન આસપાસ ફરે છે. આ એક ઇન્ટેન્સ ડ્રામા શો હશે જે ટૂંક સમયમાં જ ઓન એર થવાનો છે.

મહત્વનું છે કે હીનાખાને જુલાઈ મહિનામાં જ પોતાના નવા વર્ક અસાઈનમેન્ટને લઈને પોસ્ટ શેર કરી હતી. તેણે કહ્યું હતું કે કેન્સર થયા પછી પહેલું વર્ક અસાઈનમેન્ટ છે જે તેના માટે ચેલેન્જિંગ છે.

૨૮ જૂનના રોજ હિના ખાને પોતાના ચાહકો સાથે ન્યુઝ શેર કરી હતી કે તેને બ્રેસ્ટ કેન્સર થયું છે. હિના ખાનના કામની વાત કરીએ તો તેને પોપ્યુલર ટીવી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ થી પ્રખ્યાતી મળી હતી. અક્ષરાના પાત્રથી તે ઘરે ઘરમાં ફેમસ થઈ છે. આ શો પછી તેને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અને હવે ફરી એક વખત હિના ખાન એક દમદાર ટીવી શોમાં જાેવા મળશે.