સા વરકુંડલા તાલુકાના ખડસલી ગામે આવેલ શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ખડસલીમાં દર વર્ષની માફક આ વર્ષે પણ તારીખ ૧-૧-૨૫ ના રોજ યોજાનાર છે જેમાં મુખ્ય મહેમાન મહેશભાઈ કસવાલા તેમજ અરુણભાઈ દવે અને ચંદ્રેશભાઇ બોરીસાગર ભાવેશભાઈ ચાંદેસરા અને હિંમતભાઈ ગોડા મનોહરભાઈ ત્રિવેદી અને ડો .રાજેન્દ્રભાઈ ખીમાણી જેનું ઉદ્ઘાટન તારીખ ૧-૧-૨૫ને સવારે ૧૦-૦૦કલાકે રાખેલ છે
ત્યારબાદ બપોરે મેદાની કાર્યક્રમ અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા ૫૯ મી રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં અન્ય ૧૧ લોકશાળાઓ પણ ભાગ લેશે તેમાં તારીખ ૧-૨-૨૫ થી તારીખ ૫-૧-૨૫ સુધી રહેશે જેમાં વક્તા અશોકભાઈ ચાવડા તેમજ જીતુભાઈ ભટ્ટ અને દોસ્તભાઈ બ્લોચ ઉપસ્થિત રહેશે.
રેલીના આયોજનમાં મનહરસિંહજી ગોહિલ કાંતિભાઈ પરસાણા રાહુલભાઈ મહેતા, અજયભાઈ દોશી, ડો દીપકભાઈ શેઠ અને કાંતિભાઈ ગોઠી ઉપસ્થિત રહેશે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા