Gujarat

સાવરકુંડલા શહેરને કૃષ્ણમય કરવા ઈસ્કોન હરે રામ હરે ક્રિષ્ના સંપ્રદાયના સાધુઓ સાવરકુંડલા ખાતે આગમન

અમેરિકા યુક્રેન અને રશિયા જેવા અલગ અલગ દેશોના ઇસ્કોન મંદિરનાં હરે રામ હરે ક્રિષ્ના સંપ્રદાયના વિદેશી સાધુઓ હવે સાવરકુંડલા શહેરને ધર્મનું ઘેલું લગાડવા માટે સતત પ્રયત્નશીલ.
ઇસ્કોન મંદિરનાં હરે રામ હરે ક્રિષ્ના સંપ્રદાયના વિદેશી સાધુઓ આજરોજ સાવરકુંડલા ખાતે આવેલ એકલિંગજી ઉપવન ખાતે પધાર્યા છે. ખાસકરીને સાવરકુંડલામાં ભગવદ ગીતાજીના સંદેશનો શહેરના ભાવિકજનોના હ્રદય સુધી પહોચાડવા માટે આ સાધુઓ પોતાની ધરતી છોડી આજે નવલગંગાના શહેર સાવરકુંડલા ખાતે પધારેલ છે. સાવરકુંડલા શહેરના માર્ગો પર ભક્તિ ફેરી સ્વરૂપે નાચતાં ગાતાં પોતાના સંગીત વાદ્યો સાથે ફરીને સાવરકુંડલાને કૃષ્ણમય બનાવશે. આ તમામ સાધુઓ વિવિધ દેશોમાંથી આવે છે.
જેનું કલ્ચર અલગ રિવાજ અલગ ભાષા અલગ છતાં સાવરકુંડલાની ધરાને કૃષ્ણમય બનાવવા શહેરની ગલી ગલીએ ઘૂમી ભગવદ ગીતાજીના સંદેશ લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કરશે.જો કે સાવરકુંડલા શહેર એક ધર્મપ્રેમી નગરી હોય અહીં રામ ક્રિષ્ણ અને શિવજીને માનતો બહોળો સમુદાય વસે છે.
બિપીન પાંધી સાવરકુંડલા