Gujarat

ગોંડલ તાલુકાના મોટા દડવા ગામમાં સામાજિક ઓડીટ યુનિટ દ્વારા ગ્રામસભા યોજાઈ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દડવા ગામમાં ગત તા. ૨૭ ડિસેમ્બરના રોજ મનરેગા યોજના અંતર્ગત સામાજિક ઓડીટ યુનિટ દ્વારા ગ્રામસભા યોજવામાં આવી હતી. જેમાં ગ્રામ વિકાસની યોજનાઓના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઇને કરાયેલા સામાજિક ઓડીટની સમીક્ષા કરવામાં આવી હતી.

તેમજ જિલ્લા સામાજિક ઓડીટર દ્વારા ગામલોકોને મનરેગા યોજના હેઠળ રોજગારી મેળવવા અને સરકારી યોજનાઓ વિષે વિગતવાર ચર્ચા કરીને યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તકે સરપંચ, ગોંડલ તાલુકા પંચાયતના એ.ટી.ડી.ઓ. અને સદસ્ય, તલાટી કમ મંત્રી, વિવિધ યોજનાઓના કર્મચારીઓ, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.