Gujarat

પાવી જેતપુરની શ્રી રામકૃષ્ણ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ટીબી રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જેતપુર પાવી તાલુકા ખાતે આવેલ શ્રી રામકૃષ્ણ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પાવીજેતપુર ખાતે ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીબી સુપરવાઇઝર  વિનોદભાઈ ડી વણકર અને હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મયુદ્દીન ભાઈ  ગરાસીયા તેમજ તમામ શિક્ષક સ્ટાફ અને ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓ  શાળાના  ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે તાલુકા ટીબી સુપરવાઇઝર  વિનોદભાઈ ડી વણકર દ્વારા વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયાથી ખાંસી આવી ભૂખ ન લાગવી વજન ઘટી જવું છાતીમાં દુખાવો થવો સાંજના સમયે ઝીણો ઝીણો તાવ આવો ગળફામાં લોહી પડવું નિદાન માં એક્સરે ની તપાસ કરવી ગળફાની તપાસ કરાવી સારવાર અને નીક્ષય પોષણ યોજના હેઠળ આપવામાં આવતી સહાય અને ટીબી મુક્ત ભારત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી નું આયોજન પણ થયું હતું. જેમાં વિજેતા વિદ્યાર્થી ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રીતે સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર