ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સુર્યવંશી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર છોટાઉદેપુર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવાના ઉદ્દેશથી પ્રોહી હેરાફેરી/વેચાણની ગે.કા.પ્રવૃતી આચરતાં ઇસમો ઉપર રેઇડો કરી પ્રોહિ પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા તથા દારૂ બંધીના કાયદાની કડક અમલવારી થાય તે માટે જરૂરી સુચનાઓ આપેલ જે આઘારે કરાલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.કે.પંડયા નાઓની સુચના મુજબ અ.હે.કો જીજ્ઞેશભાઈ કામરાજભાઈ બ.નં ૧૧૨ નાઓને અંગત બાતમી હકિકત મળેલ કે, એક સીલ્વર કલરની ગાડી નંબર GJ-05-CJ-8674 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી કરાલી ચોકડી તરફ આવે છે, તેવી ચોકકસ બાતમી મળતા પ્રોહી વોચ નાકાબંધી દરમ્યાન બાતમી હકિકત મુજબની મેક્સ ફોર વ્હીલર ગાડી કરાલી ચોકડી પર આવતા તેને રોકવા માટે કોર વ્હીલર ગાડીનો ચાલક પોલીસને જોઇ જતા પોતાની ગાડી દુરથી રોડની વચ્ચે મુકીને આંધારાનો લાભ લઈ નાસી ગયેલ. ગાડીની અંદર ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૮૧૨ જેની કિ.રૂ.૧,૨૭,૯૮૦/- તથા દારૂની પેટીઓ ઢાંકવા માટે વાપરેલ એક આછા કેસરી તથા લીલા પટ્ટાવાળી સેતરંજી નંગ-૦૧ જેની કિં રૂ.૦૦/૦૦ તથા મેક્સ કંપનીની ફસ્ટરા ફોર વ્હીલર ગાડી નંબર GJ- 05-C1-8674 ની આશરે કિ.રૂ ૨,૫૦,૦૦૦/- મળી કુલ મુદામાલ ૩,૭૭,૯૮૦/- નો કબજે કરી કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજી. કરી આગળની તપાસ તજવીજ કરવામાં આવેલ છે. આમ કરાલી પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહિબીશનનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર