હસુભાઈ સુચક એટલે સાવરકુંડલા શહેરના નાગરિકોનો પ્રતિધ્વની..
આમ તો જનતાનાં હિતોને સતત લક્ષમાં રાખીને લોકોનાં પ્રશ્નોને હરહંમેશ કાને ધરીને નિવારણ માટે સતત પ્રયત્નશીલ એવાં સાવરકુંડલા રઘુવંશી સમાજના અગ્રણી હસુભાઈ સૂચક આજે જીવનનાં ૬૦ વર્ષ પૂર્ણ કરીને ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. ખૂબ જ નાની વયથી રાજકીય ક્ષેત્રે પદાર્પણ કરનારાં હસુભાઈ સ્વભાવે સરળ અને મિલનસાર અને સંપૂર્ણ નિખાલસ વ્યક્તિત્વ ધરાવતાં હોવાથી સાવરકુંડલામાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. લોકોની સમસ્યા અને તેનાં નિરાકરણની ખૂબ જ ઊંડી સૂઝ ધરાવે છે.
સ્વભાવે મિતભાષી હોય શહેરનાં તમામ ક્ષેત્રોમાં તેમની સારી એવી પક્કડ હોય તે પણ સ્વાભાવિક છે. આમ ગણીએ તો લોકકલ્યાણનાં કાર્યો કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા પણ ખરેખર ધ્યાનાકર્ષક રહી છે. ખાસ કરીને સાવરકુંડલા શહેરનાં નાગરિકોનો મજબૂતાઈથી પ્રજાનો અવાજ તંત્ર સુધી પહોંચાડવા અહર્નિશ પ્રયત્નશીલ રહેતાં કે સાંપ્રત સરકારની અન્યાયી નીતિ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો હોય દરેક ક્ષેત્રે હસુભાઈ હમેશાં અગ્રસર રહેતાં જોવા મળે છે.
સમાજનાં છેવાડાના માનવીથી લઈને સમાજના અગ્રગણ્ય લોકો સાથે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતાં હોવાથી લોકોનાં મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અહર્નિશ ખડે પગે રહેતાં સાવરકુંડલા રઘુવંશી સમાજના આભૂષણ સમા હસુભાઈ સૂચકને આજે એમનાં જન્મદિવસ નિમિત્તે શહેરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ શુભકામના પાઠવી રહ્યા છે.
તેમનું જીવન મંગલમય, દીર્ઘાયુ અને આરોગ્યપ્રદ રહે. ઈશ્વર તેમનાં જીવનને ખુશીઓથી મઘમઘતું રાખે અને તેમનાં હસ્તે લોકકલ્યાણનાં સેવા કાર્યો અહર્નિશ થતાં રહે તેવી શુભ ભાવના સહ તેમનાં જન્મદિવસે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે
બિપીન પાંધી સાવરકુંડલા