અમેરિકાના લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલની બહાર બુધવારે સવારે સાયબરટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય સાત ઘાયલ થયા હતા. પોલીસ અને એફબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાડીનો પ્રકાર અને આગનું સ્થાન ઘણા સવાલ ઊભા કરે છે. આ ઘટનાના થોડા સમય પહેલાં ન્યૂ ઓર્લિયન્સમાં એક ડ્રાઈવરે નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર પિકઅપ ટ્રક ચડાવી દીધી હતી અને ૧૫ લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. હ્લમ્ૈં ઘટનાસ્થળેથી મળી આવેલા ઓછામાં ઓછા એક શંકાસ્પદ ઇમ્પ્રૂવાઇઝ્ડ વિસ્ફોટક ડિવાઈસની તપાસ કરી રહી છે જેને આતંકવાદી કૃત્ય કહેવામાં આવી રહ્યું છે.
લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસ વિભાગના શેરિફ કેવિન મેકમેહિલે જણાવ્યું હતું કે, “પ્રતિષ્ઠિત લાસ વેગાસ બુલવર્ડ પર વિસ્ફોટ પછી, અમે અમારા સમુદાયને સુરક્ષિત રાખવા માટે દરેક સાવચેતી રાખીએ છીએ.” “અમે સેકન્ડરી ડીવાઈસ શોધી રહ્યા છીએ. “અમે તેની તપાસ કરી રહ્યા છીએ અને અમે ખાતરી કરીશું કે અમે અમારા સમુદાયમાં સુરક્ષિત છીએ.” મેકમેહિલે જણાવ્યું હતું કે વિસ્ફોટથી અન્ય કોઈ જાેખમ નથી, જેના કારણે વાહનના અજાણ્યા ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું અને લગભગ સાત લોકો ઘાયલ થયા હતા.
આ સાથે તેમણે સમુદાયના લોકોને આ વિસ્તારથી દૂર રહેવા કહ્યું છે. મેકમેહિલે કહ્યું કે તેઓ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે પરંતુ આ સમયે અકસ્માત સંબંધિત અન્ય કોઈ માહિતી આપી શકતા નથી. પોલીસને બુધવારે સવારે ૮.૪૦ વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી.તેમણે કહ્યું.”જાેકે સાયબરટ્રક… ટ્રમ્પ હોટલ પરનો હુમલો ઘણા બધા સવાલો ઊભા કરે છે, જેના જવાબો શોધવા અને તે જવાબો સાથે આગળ વધવાની જરૂર છે,” સાયબરટ્રક્સ ઈલોન મસ્કની કંપની ટેસ્લા દ્વારા બનાવવામાં આવે છે. મસ્ક નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈનર સર્કલનો એક ભાગ છે. આનાથી સોશિયલ મીડિયા પર ચિંતા વધી છે કે તે રાજકીય રીતે પ્રેરિત હુમલો હતો.