Gujarat

ભીલપુર ગ્રુપ ઉચ્ચ પ્રાથમિક શાળા લોક નૃત્યમાં પ્રથમ નંબરે

ગુજરાત સરકારના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ગાંધીનગર આયોજિત છોટાઉદેપુર તાલુકાનો “કલાઉત્સવ” એસ. એફ.હાઈસ્કૂલ મુકામે યોજાયો હતો. ભીલપુર શાળાના મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. જે પૈકી આદિવાસી લોક નૃત્યમાં પ્રથમ નંબર મેળવેલ છે. અને વ્યક્તિગત સ્પર્ધામાં રાઠવા ધારાબેન જીતુભાઈ ભજનમાં ત્રીજો નંબર અને  રાઠવા રીતલબેન ભરતભાઈ વકૃત્વ સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે.
  શાળાના ઉત્સાહી શિક્ષકો પ્રવીણભાઈ કે રાઠવા,રમીલાબેન રાઠવા, દિલીપભાઈ રાઠવા ,પ્રજાપતિ પાર્થ કુમાર, પ્રજાપતિ નિલેશભાઈ,પ્રજાપતિ વર્ષાબેન, રાઠવા વિક્રમભાઈ, દેસાઈ નરેશભાઈએ મહેનત કરાવી હતી. અને શાળાના શ્રેષ્ઠ શિક્ષક અને ગ્રૃપાચાર્ય રામસિંગભાઈ રાઠવાએ આખા કાર્યક્રમને પાર પાડવા ભગીરથ પ્રયત્નો કર્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર