પ્રખ્યાત ભજનિક હેમંત ચૌહાણ ના ડાયરાનો કાર્યક્રમ છોટાઉદેપુર નજીકના જામલા ગામે બાબુભાઈ લટુભાઈ સોલંકી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં આસપાસનાં ગામોમાંથી ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ માં પદ્મ શ્રી એવોર્ડ થી સન્માનિત વિખ્યાત કલાકાર હેમંત ચૌહાણ ઉપરાંત દેશી ભજન દિગ્ગજ કલાકાર જમનાબેન ગોદલીયા પણ તેમના મધુર કંઠે ભજનોની રમઝટ બોલાવી હતી.
કાર્યક્રમમાં સાંસદ જશુભાઇ રાઠવા, પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત બાબા પીઠોરા લખારા પરેશભાઈ રાઠવા, મુકેશભાઈ પટેલ, રસીકભાઇ રાઠવા, કાળુભાઈ નાયકા,વાલસિંગભાઈ રાઠવા, ધનસિંગભાઈ મહારાજ, ભુવાનસિંહ રાઠવા,રમેશભાઈ રાઠવા જામલા સરપંચ સહિત ના સામાજિક આગેવાનો તેમજ છોટાઉદેપુર સબજેલ નાં ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડીકે પરમાર
પણ ઉપસ્થિત રહ્યા હતા.
જામલા સરપંચ રમેશભાઈ રાઠવા ની ટીમ દ્વારા ભજન સત્સંગ અને સંતવાણી કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

