Gujarat

માંગરોળ કામનાથ રોડ ઉપર આવેલ પોલીસ ચોકી ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનોના શહયોગ દ્રારા માનવતાની મહેક નામે સોપાન શરુ કરાયું

જુનાગઢ જીલ્લા પોલિસ વડા હર્ષદ મહેતા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા તેમજ મામા સરકાર હસ્તે ખુલ્લુ મુકાયું, આ કાર્યક્રમમા હિન્દુ મુસ્લિમ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા,
લોક ઉપયોગી માનવતાની મહેકમા શહેરીજનો દ્રારા પોતાની બીન જરુરીયાત ચીજ વસ્તુઓ જેવા કે કપડા,ચપ્પલ, બુટ,ચોપડાઓ બાળકોના રમકડાંઓ જેવી સામગ્રી તેમજ પ્રસંગો તેમજ તહેવારોમાં ખાવા પીવાની સામગ્રી રાખી શકશે.

જેથી જરુરીયાતમંદો આવી પોતાની ઉપયોગીતા પુર્ણ કરી શકે, આ માનવતાની મહેક નું વ્યવસ્થા રુપે સંચાલન પોલીસ વિભાગ કરશે તેમ પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું, આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠીયા, શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, સમગ્ર ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ મો. હુશેન ઝાલા, ઈબ્રાહિમ ભાઈ વરામ, વિશ્વ હીંદુ પરિષદના વિનુભાઇ મેસવાણીયા તેમજ ભાજપ કોંગ્રેસ આગેવાનો હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ તેમજ માંગરોળ ડીવાયએસપી કોડીયાતર, પુર્વ ડી. વાય. એસ. પી. ડી.એમ. વાઘેલા , પી આઈ સામળા, પી આઈ ચોરવાડ સમીર મંધરા ,તેમજ શીલ પી એસ આઈ સોલંકી મેડમ, માળિયાના પી એસ આઈ સુમરા મેડમ માંગરોળ માળિયા ના પોલીસ સ્ટેસન ના સ્ટાફ તેમજ નામી અનામી લોકો ઉપસ્થિત રહયા હતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોષી એ કર્યું હતું.

વિનુભાઇ મેસવાણીયા