Gujarat

વતન-માતૃભૂમીનો સાદ…. ભલે વસતાં હોઈ વિદેશ પરંતુ હૈયું એનું છે માતૃભૂમિના ચરણોમાં 

સાવરકુંડલા ખાતે આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત આશ્રમ શાળાનાં ભૂલકાંઓને મિષ્ટ ભોજન કરાવનાર એ માતૃભૂમિના સેવકોની પ્રશંસનીય કામગીરી.
સ્વર્ગસ્થ શ્રી હીરાભાઈ મગીયાના મૂળ ધારી નિવાસી સ્વ.શાન્તાબેન વનમાળીદાસ સંઘરાજકા હાલ લંડન, ના સુપુત્રો લલીતભાઇ, વસંતભાઈ, નવીનભાઈ, દિનેશભાઇ તથા સુપુત્રી નીમુબેનને અનુદાનિત પ્રાથમિક આશ્રમશાળાના ભૂલકાંઓના ઉછેર-ભણતરના વિડિયો-ક્લિપીંગ જોવા મળતાં ભૂલકાંઓને‌ મિષ્ટાન ભોજન કરાવવા માટે તત્પરતા  બતાવી આજે તારીખ ૪-૧-૨૫ ના રોજ રાજી-રાજી કરી દીધા.નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત આ આશ્રમશાળામા ૭૦ બાળકોના શિક્ષણ સિવાયની વિવિધ પ્રવૃતિઓ દ્વારા સર્વાગી વિકાસની પૂરી તકેદારી રાખતા આચાર્ય અને મદદનિશ શિક્ષક  ઉપરાંત નિષ્ણાત રસોયા અને સ્ટાફની વરણી નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓની સીધી દેખરેખથી થાય છે .
બિપીન પાંધી સાવરકુંડલા