સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમા સમિતિના સભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂઆત કરવામાં આવી
સાવરકુંડલાના પ્રશ્નોનું નિરાકરણ માટે આ બેઠકમાં સાવરકુંડલા શહેરના તેમજ તાલુકા વિકાસ માટે અનેક મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. જેમાં (૧).મહુવા રોડ થી અમરેલી રોડના ગેટ સુધીમાં ખાતરવાડી પાસે તેમજ મુક્તેશ્વર મહાદેવ મંદિર સામે દબાણ દુર કરવા બાબત (૨)સાવરકુંડલા શહેરમાં ખખડધજ હાલતમાં પોસ્ટ ઓફિસ ચાલે છે. આ બિલ્ડિંગ માંથી પોસ્ટ ઓફિસ માટે અન્ય જગ્યાએ માંગણી કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબત (૩) સાવરકુંડલા શહેરના શહેરીજનોને આધારકાર્ડમાં સુધારા માટે પડતી મુશ્કેલી બાબતે આધાર કાર્ડની કીટ વધારવા અથવા નગરપાલિકામાં ૧ કીટ ફાળવવા બાબત (૪) નવો બાયપાસ બન્યા બાદ સંપાદનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હાલ ૬૬ ખેડૂતોને સંપાદનની રકમ ચૂકવા બાબત (૫)નવી પોલીસ ચોકી કે કે હાઈસ્કૂલ પાસે શરૂ કરવા બાબત (૬).પોસ્ટ ઓફીસમાં આધારકીટ રેગ્યુલર શરૂ કરવા બાબત (૭) નવ નિર્મિત સપોર્ટ સંકુલના રોડ ઉપરનું દબાણ દૂર કરવા બાબત (૮) ડીવાયએસપી તેમજ પી.આઈ, પીએસઆઇના કવાટર માટે જગ્યાની સોપણી કરવા બાબત (૯) ૩૦ વર્ષથી જુના બસસ્ટેન્ડની પડતર જગ્યામા પડેલ છે જે નગરપાલિકા પાલિકાને ફાળવવા બાબત, (૧૦)નવી સાવરકુંડલાથી અમદાવાદ વોલ્વો બસ શરૂ કરાવવા બાબત (૧૧) તે બાબતે રજૂઆત કરવામાં આવી તેમજ અમલ માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી છે જેમાં સંકલન સમિતિના સભ્ય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા , નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા ,મહેશભાઈ જેબલીયા, જયસુખભાઈ સાવલિયા,વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
બિપીન પાંધી સાવરકુંડલા

