Gujarat

પ્રખર વિદ્વાન, નવલકથાકાર, કવિ, ચરિત્રકાર, સાહિત્યિક ઇતિહાસકાર, ઉમદા વિવેચક, યુગપ્રવર્તક અને પ્રથમ મહાનવલ આપનાર સર્જક શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પુણ્યતિથિએ સાદર વંદન..!!

ગુજરાતી સાહિત્યમાં યુગ પ્રવર્તક તરીકે ગોવર્ધનરામ ત્રિપાઠીના સરસ્વતીચંદ્રનાં એ સંસ્મરણો
તેમની નવલકથા સરસ્વતીચંદ્ર પરથી ફિલ્માંકન થયેલી હિન્દી ફિલ્મે એ સમયના સૌને ઘેલું લગાડેલ એના ફિલ્મી ગીતો
ચંદન સા બદન ચંચલ ચિત વન ધીરે સે તેરા યે મુસ્કાના. તેમજ છોડ દે સારી દુનિયા કિસીકે લિયે યે મુનાસિબ નહીં આદમી કે લિયે.. કે મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશ પિયા કા ઘર પ્યારા લગે.. સાંસરિયાની મીઠાશના પિયરીયાનાં સંસ્મરણો આજ પણ ચિત્તમાં ઘૂમતા હશે.
ગુજરાતી સાહિત્યની વિશ્ર્વમાં જ્યાં અને જ્યારે પણ ચર્ચા થશે ત્યારે મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ અને એના સર્જક શ્રી. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો ઉલ્લેખ થશે જ. વિજયાદશમીને દિવસે જન્મેલાં આ યુગપુરુષનું વતન એટલે સાક્ષરભૂમિ નડિયાદ. ગુજરાતી સાહિત્યનાં નાન્હાલાલ, ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ પછીનાં આ ચોથા સાહિત્યકાર છે જેમની ટપાલ ટિકિટ કાઢી સરકારે એમના યોગદાન પર મ્હોર લગાડી છે.
ગો.મા.ત્રિ. નાં ટૂંકા નામે પ્રસિદ્ધ થયેલાં ગોવર્ધનરામનું સદૈવ સ્મરણ તેમની કીર્તિદા નવલકથા સરસ્વતીચંદ્ર માટે થાય છે. અંદાજે ૧૮૦૦ પૃષ્ઠોમાં વિસ્તરેલી પ્રસ્તુત નવલકથા ગુજરાતી સાહિત્યમાં પુરાણ, પંડિતયુગનું મહાકાવ્ય, મહાનવલ અને ૧૯મી સદીનાં ગુજરાતની સંસ્કૃતિકથા એમ વિશેષણો ઓછાં પડે તેટલી હદે પોંખાઈ છે. સરસ્વતીચંદ્ર નવલકથા પરથી ચલચિત્રો અને ટેલીવિઝન શ્રેણીઓ પણ બની છે. ૧૯મી સદીનાં ઉતરાર્ધમાં ગુજરાત  પાશ્રાત્ય અને પૌર્વાત્ય એવા વૈચારિક માહોલમાં ઝોલા ખાતું હતું ત્યારે ઘણા સંશોધકો સરસ્વતીચંદ્રને સમન્વયવાદી કૃતિ તરીકે મુલવે છે.
આ સર્જક અને એમના સર્જન વિશે લખવા બેસો તો શબ્દો ખૂટી પડે છતાંય એમને કાગળ પર ઉતારી ન શકો. ગુજરાતી સાહિત્ય પરિષદનાં પહેલા પ્રમુખ અને અનેક-અનેક માન – સન્માનો પામેલાં શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીને આજે એમની પુણ્યતિથિ પર સાદર વંદન કરવાનું ગૌરવ આપણે સહુ ગુજરાતીઓએ લેવાનું હોય. ગુજરાતી નવલકથાકારોમાં સીમાચિહ્ન બની ગયેલાં આ સર્જકની અદ્વિતીય ચતુરખંડીય નવલકથા સરસ્વતીચંદ્રનાં પ્રેમમાં કદાચ જ કોઈ નહિ પડ્યું હોય. અરે આ નવલકથાનો પ્રભાવ એટલો હતો કે તેની કથા હિન્દી ફિલ્મ જગતમાં પણ સ્મરણીય છે. એ કુસુમ, કુમુદિની સરસ્વતિ ચંદ્રના આલેખન અને ચિત્રાંકન અને તેના અવિસ્મરણીય હિન્દી ગીતો આજે પણ કોઈ જૂના હિન્દી ફિલ્મના ચાહકોના કાને પણ તો મન રસતરબતર થઈ જાય છે.
મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશ પિયા કા ઘર પ્યારા લગે… સાંસરિયાની મીઠાશ એ પિયરીયાનાં સંસ્મરણોમાં… તો છોડ દે સારી દુનિયા કિસીકે લિયે યે મુનાસિબ (યોગ્ય) નહીં આદમી કે લિયે. પ્યાર સે ભી જરૂરી કંઈ કામ હૈં, પ્યાર સબ કુછ નહી જિંદગી કે લિયે. ત્યાગ વિરક્તિ અને સંન્યાસની વાતો પણ તેમાં વણાયેલી છે. તો ચંદન સા બદન ચંચલ ચિત વન ધીરે સે તેરા યે મુસ્કાના મુઝે દોશ ન દેના જગવાલોં હો જાઉં અગર મૈ  દિવાના. આગળ આજ ગીતના શબ્દો અનોખો સ્નેહ વ્યકત કરે છે.
તન ભી સુંદર મન ભી સુંદર તુમ સુંદરતા કી મૂરત હો.. સ્નહે નિતરતી હ્રદયસ્પર્શી રોમાંચક વાતો. ગોવર્ધનરામ ત્રિપાઠીને આ ફાની દુનિયામાંથી વિદાય થયે એકસો સત્તર જેટલાં વર્ષો વિતી ગયા છતાં પણ તેના સર્જન દ્વારા આજે પણ સાહિત્યપ્રેમીઓની યાદોમાં તાજ તરબતર છે.
—પ્રસ્તુતિ બિપીનભાઈ પાંધી સા. કું.
બિપીન પાંધી સાવરકુંડલા