Gujarat

સાવરકુંડલા શહેરમાં ગિરધરવાવ નજીક આવેલ શ્રી લાલધામ આશ્રમ ખાતે પોષ સુદ બીજ (સોનલ બીજ) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

શ્રી લાલધામ આશ્રમ ખાતે પોષ સુદ બીજ (સોનલ બીજ)નું ભવ્ય આયોજન કરવામાં આવેલ ગુરુ ગાદી પ્રેરણાધામ આશ્રમ જુનાગઢ થી પ.પૂજ્ય લાલજી મહારાજના સાનિધ્યમાં ભગવાન રામદેવજી મહારાજનો અખંડ જ્યોત પાટોત્સવ તેમજ ભજન ભોજન અને દર્શન સાથે આયોજન કરવામાં આવેલ આશ્રમમાં મદદ કરનાર દાતાશ્રીઓનું શાલ ઓઢાડી અને મોમેન્ટો દ્વારા સલમાન કરવામાં આવેલ ભજનાનંદી આરાધકોએ પોતાની ગુરુમુખી વાણી દ્વારા જમા જાગરણ કરેલ અને આ કાર્યક્રમનો લાભ ઘણા સેવકો અને ભક્તોએ લીધેલ આ પવિત્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રીલાલધામ આશ્રમના મહંત બહેન શ્રી પ.પૂજ્ય ચંદ્રિકાબેન ગુરુ શ્રી હસુબાપુના નેજા હેઠળ બાવચંદભાઈ બારૈયા, વિનુભાઈ બારૈયા,મુકેશભાઈ વાઘ ,જીવણભાઈ હેલૈયાએ ખૂબ જહેમત ઉઠાવેલ તેમ શ્રી લાલધામ સેવા ટ્રસ્ટના ખજાનચીની યાદી જણાવે છે
બિપીન પાંધી સાવરકુંડલા