પાટણ જિલ્લાની બેન્કોને ધિરાણોના ટાર્ગેટ પૂરો પાડવાના પ્રયત્ન કરવામાં આવે છે. બેંક ક્રેડિટ આર્થિક પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરવામાં, અને ખેડૂતો, ગ્રામજનોને, કારીગરો અને ઉદ્યોગ સાહસિકોના આવક સ્તરને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે…
પી.એલ.પી. માં દર્શાવેલ ક્રેડિટ અંદાજો અને નોન-ક્રેડિટ ભલામણોનો ઉદ્દેશ્ય બેંકો અને હિસ્સેદારોને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડવાનો છે…
પાટણ જિલ્લા માં વર્ષ ૨૦૨૫-૨૬ માટે સંભવિત લિંક્ડ ક્રેડિટ પ્લાન (પી.એલ.પી.) તારીખ ૪ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ કલેક્ટર/જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ વિજયન (આઈ.એ.એસ.) દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. સદર અનાવરણ બાબતે નાબાર્ડના જિલ્લા વિકાસ મેનેજર(DDM) રાકેશ કે. વર્મા દ્વારા માહિતી આપવામાં આવી હતી.
જેમાં પી.એલ.પી. પ્રાથમિકતા ક્ષેત્ર હેઠળ જિલ્લા માટે રૂપિયા ૫૯૬૩ કરોડ ની ક્રેડિટ નો અંદાજ લગાવેલ છે. જેમાં પાકધિરાણ લોન માટે રૂપિયા ૨૮૮૨ કરોડ, મધ્યમ અને લાંબા ગાળાના કૃષિ ધિરાણ માટે રૂપિયા ૧૭૮૨ કરોડ, એમ.એસ.એમ.ઇ. ક્ષેત્ર માટે રૂપિયા ૭૮૪ કરોડ ની લોન અને, શિક્ષણ, આવાસ, નવીનીકરણ ઉર્જા અને સામાજિક માળખા જેવા અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે રૂપિયા ૫૧૫ કરોડનો સદર અંદાજપત્રમાં સમાવેશ કરવામાં આવેલ છે.
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, પી.એલ.પી ના આંકલન પ્રમાણે પાટણ જિલ્લાની બેન્કોની વાર્ષિક ઋણ યોજના પાટણ જિલ્લાની લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવે છે. પાટણ જિલ્લાની બેન્કોને ધિરાણોના ટાર્ગેટ પૂરો પાડવાના પ્રયત્ન કરવામાં આવે છે.
બેંક ક્રેડિટ આર્થિક પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરવામાં, અને ખેડૂતો, ગ્રામજનોને, કારીગરો અને ઉદ્યોગ સાહસિકોના આવક સ્તરને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પી.એલ.પી. માં દર્શાવેલ ક્રેડિટ અંદાજો અને નોન-ક્રેડિટ ભલામણોનો ઉદ્દેશ્ય બેંકો અને હિસ્સેદારોને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડવાનો છે, જે કૃષિ, એમ.એસ.એમ.ઇ. અને અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે અસરકારક સહાય સુનિશ્ચિત કરે છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

