National

તીવ્ર ઠંડી ઉપરાંત, ગાઢ ધુમ્મસ દેશના ૧૪ રાજ્યોને અસર કરી રહ્યું છે

તીવ્ર ઠંડી ઉપરાંત, ગાઢ ધુમ્મસ પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના ૧૪ રાજ્યોને અસર કરી રહ્યું છે. હરિયાણા સતત ચોથા દિવસે ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. પાણીપત અને પંચકુલામાં વિઝિબિલિટી શૂન્ય હતી. તેમજ, પંજાબમાં પણ, અમૃતસર અને પઠાણકોટમાં ઝીરો વિઝિબિલિટી નોંધવામાં આવી હતી. અમૃતસર એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્‌સ કેન્સલ અને ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હીમાં ધુમ્મસ અને ઝાકળની અસર જાેવા મળી હતી. ગાઢ ધુમ્મસને કારણે શનિવારે સવારે મેરઠમાં વિઝિબિલિટી શૂન્ય રહી હતી.

જેના કારણે ઘણી ટ્રેનો મોડી પડી હતી. ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા મોડી દિલ્હી સ્ટેશન પહોંચી હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને ૧૦૦ મીટર થઈ ગઈ હતી. હવામાન વિભાગે કહ્યું છે કે આવતીકાલે રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, પરંતુ મધ્યપ્રદેશમાં વરસાદની કોઈ શક્યતા નથી. અહીં ૨ દિવસ પછી ઠંડીથી રાહત મળી શકે છે.

બીજી તરફ હિમાચલના ૭ જિલ્લામાં આજે હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ હિમવર્ષા અટકશે નહીં. આ રાજ્યોમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન વધુ ઘટી શકે છે. જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને લદ્દાખમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. હાલમાં, જેટ સ્ટ્રીમ ૧૨.૬ કિલોમીટરની ઊંચાઈએ ૨૨૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે. આ ઠંડીની અસરને કારણે છે.

આગામી દિવસોમાં બરફ ઓગળશે. જેના કારણે પવનની ગતિ વધશે અને રાજ્યમાં ઠંડીની અસર વધશે. જેના કારણે જાન્યુઆરીમાં રાજ્યનું વાતાવરણ ઠંડુ રહેશે. શીત લહેર ૨૦ થી ૨૨ દિવસ સુધી રહેવાની ધારણા છે.ખરાબ હવામાનથી એર કનેક્ટિવિટી પર અસર પડી છે. શુક્રવારે પણ દિલ્હીમાં ગાઢ ધુમ્મસ હતું અને વિઝિબિલિટી શૂન્ય પર પહોંચી ગઈ હતી. જેના કારણે ૪૦૦ જેટલી ફ્લાઈટો મોડી પડી હતી.

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ હ્લઙ્મૈખ્તરંટ્ઠિઙ્ઘટ્ઠિ૨૪.ર્ષ્ઠદ્બ અનુસાર લગભગ ૪૭૦ ફ્લાઈટ્‌સ મોડી પડી હતી. ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ડઝનથી વધુ ફ્લાઇટ્‌સ રદ કરવી પડી હતી, જ્યારે ૩૦થી વધુ ફ્લાઇટ્‌સ મોડી પડી હતી. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે ગાઢ ધુમ્મસના કારણે સમગ્ર કામગીરી ખોરવાઈ ગઈ હતી. આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે.