Gujarat

સાવરકુંડલા તાલુકાની ડેડકડી પ્રા. શાળાની કૃતિ વિજ્ઞાન મેળામાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવી 

સાવરકુંડલા તાલુકાની ડેડકડી પ્રા. શાળાની કૃતિ વિજ્ઞાન મેળા જિલ્લા કક્ષાએ પ્રથમ આવી
GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ જેમાં વિભાગ – ૨ માં સ્માર્ટ ટ્રાંસ્પોર્ટશનમાં જિલ્લા કક્ષાએ શ્રી ડેડકડી પ્રા. શાળા પ્રથમ આવેલ અને હવે શાળા ઝોન કક્ષાએ ભાગ લેવા જશે.
જેમાં બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી બ્લોચ સમાબેન દ્વારા આપવામાં આવેલ આ તકે શાળાના આચાર્યશ્રી, સીઆરસી શ્રી મુસ્તાકભાઈ જાદવ,બીઆરસી શ્રી વિપુલભાઈ દુધાત દ્વારા શાળા પરિવાર અને બંને બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકશ્રીને અભિનંદન પાઠવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા