Gujarat

પીઠવડી થી ગાધકડા રોડની મરામત કરવા અંગે નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) સાવરકુંડલાને પત્ર દ્વારા રજૂઆત કરતાં પીઠવડી સરપંચ ભૌતિક સુહાગીયા 

પીઠવડી સરપંચ ભૌતિક સુહાગીયાએ નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) સાવરકુંડલાને લેખિત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે પીઠવડી થી ગાધકડા રોડ ઉપર પીઠવડી ગામથી થી ગાધકડા ગામ સુધી રસ્તામાં મોટા ગાબડા પડી ગયેલા છે. અને રસ્તો અતિશય ખરાબ થયેલ હોય જેના કારણે રાહતદારીઓ, મુસાફરો, નાના મોટા વાહન ચાલકોને આ રોડ પર ચાલવા માટેની ઘણીજ મુશ્કેલીઓ પડી રહી છે.
તેમજ અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી આ રોડને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવાની જરૂરિયાત છે. તો સત્વરે આ રોડને મરામત કરવા યોગ્ય કાર્યવાહી થાય એ સંદર્ભે વિનંતી સહ રજૂઆત કરી હતી.
આ સંદર્ભે  સાવરકુંડલા લીલીયા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેમજ જીતુભાઈ કાછડીયા પ્રમુખ તાલુકા પંચાયત સાવરકુંડલાને પણ આ પત્રની નકલ રવાના કરીને જાણ કરેલ  છે
બિપીન પાંધી સાવરકુંડલા