Sports

સીરીઝ હાર્યા બાદ પણ બુમરાહે એવોર્ડ જીત્યો, ઓસ્ટ્રેલિયામાં સન્માન મળ્યું

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ ખુબ ખાસ હતી. ટીમને ભલે જીત મળી નથી. તે સીરિઝમાં સૌથી સફળ બોલર રહ્યો છે. બુમરાહને પોતાના શાનદાર પ્રદર્શન માટે સીરિઝને સૌથી મોટા એવોર્ડથી સન્માનિત કર્યો છે. ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫માં ૧-૩થી હાર મળી છે.

સીરિઝની પહેલી મેચ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયા રિટેન કરી શકી નહિ. પરંતુ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે આ સીરિઝ ખુબ ખાસ રહી છે. તેમણે દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સૌથી વધારે વિકેટ પણ લીધી છે. પરંતુ અન્ય ખેલાડીઓએ તેને સાથ આપ્યો નહિ. ભલે ટીમ ઈન્ડિયા આ સીરિઝ હારી ગઈ હોય પરંતુ સીરિઝનો સૌથી મોટો એવોર્ડ બુમરાહને મળ્યો છે. એટલે કે, તેના પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

જસપ્રીત બુમરાહ આ સીરિઝમાં સૌથી સફળ બોલર રહ્યો છે.તેમણે ૫ મેચમાં કુલ ૩૨ વિકેટ લીધી છે. આ સીરિઝમાં, બુમરાહે ત્રણ વખત એક ઇનિંગમાં ૫ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી અને બુમરાહ સિવાય, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫માં કોઈપણ બોલર ૨૫ વિકેટનો આંકડો પાર કરી શક્યો ન હતો. પેટ કમિન્સ ૨૫ વિકેટની સાથે આ સીરિઝમાં બીજાે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો છે. જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેના ઘરમાં એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધારે વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો છે.

તેમણે બિશન સિંહ બેદીનો ૪૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. બેદીએ વર્ષ ૧૯૭૭-૭૮માં ઓસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ સીરિઝમાં ૩૧ વિકેટ લીધી હતી. આ સાથે જસપ્રીત બુમરાહે એક બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધારે વિકેટ લેવા મામલે ભારતીય રેકોર્ડની બરાબરી કરી લીધી છે.આ સિરીઝ દરમિયાન, બુમરાહ એશિયન ખેલાડી તરીકે સૌથી વધુ ૫ વિકેટ ઝડપનાર જીઈદ્ગછ દેશોમાં ત્રીજાે બોલર પણ બન્યો.