Gujarat

સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ વિભાગનું ગૌરવ

ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત ચેસ સ્પર્ધા અંડર ૧૭માં સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ વિભાગ ધોરણ નવનો તેજસ્વી વિદ્યાર્થી ઉપાધ્યાય દેવાંગ વિભાકરભાઇએ સતત ત્રીજી વખત આ ચેસ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યો છે. તેમની આ સફળતા બદલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વડા પુ. ભગવત પ્રસાદસ્વામીજી , સંસ્થાના પ્રમુખશ્રી શાસ્ત્રી  હરિપ્રસાદદાસ સ્વામીજી, કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીજી શુકદેવસ્વામીજી તમામ સંત મંડળ તેમજ તથા આચાર્ય હરેશભાઈ મહેતા અને સ્ટાફ પરિવાર દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ અને ઉત્તરોત્તર આગળ પ્રગતિ કરતો રહે તેવી શુભકામનાઓ પાઠવે છે.
બિપીન પાંધી સાવરકુંડલા