Gujarat

ભાઈ આ સાવરકુંડલા છે. સંત શૂરા અને શૌર્યની ભૂમિ… અહીં ધર્મનું પણ અનેરું મહત્વ છે

સાવરકુંડલા ખાતે શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીનું આયોજન શ્રી કૃષ્ણ જન્મ સમિતિ દ્વારા ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યું
અહીંના દેવળા ગેઈટ ખાતે ભારે ધામધૂમથી ૧૧૦૦ દીવા પ્રગટાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી
અહીં સાવરકુંડલામાં શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.  શનિવાર, ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ રાત્રે ૯-૩૦ કલાકે, શ્રી કૃષ્ણ જન્મ સમિતિ સાવરકુંડલા દ્વારા દેવળા ગેઈટ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે કબીર ટેકરીના નારાયણદાસ સાહેબના આશીર્વાદથી, ૧૧૦૦ દીવા પ્રગટાવીને ભવ્ય દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાવરકુંડલા -લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા મુખ્ય ઉપસ્થિતિ તેમજ સાવરકુંડલા નગરવાસીઓ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હિરેનભાઈ વેકરીયા, રસિકભાઈ વેકરીયા અને VHRO પરિવાર સાવરકુંડલા આ કાર્યક્રમના મુખ્ય યજમાન હતા. શ્રી કૃષ્ણ જન્મ સમિતિ સાવરકુંડલા દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે યોજાયો હતો. સમિતિ દ્વારા અગાઉ પણ આવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યા છે.
શ્રી કૃષ્ણ જન્મ સમિતિના સ્વયંસેવકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ દ્વારા ભગવાન શ્રી રામના ગુણગાન ગાવામાં આવ્યા. આ પાવન પ્રસંગે ભક્તો  ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવી અભિભૂત થઈ રહ્યાં હતા. અને હા, આ તકે એક વાત કહેવાની તો રહી જ ગઈ કે સાવરકુંડલા શહેરમાં રામનવમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીં રામનવમી નિમિત્તે જે વિશાળ શોભાયાત્રા નીકળે છે તેના દર્શનનો લ્હાવો લેવો એ પણ જીવનનો અણમોલ લ્હાવો જ ગણાય.
બિપીન પાંધી સાવરકુંડલા