આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી છે. જયારે છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઇસ્કુલ ખાતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ અને ધારાસભ્ય ની સાથે છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર શહેરના પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

