Gujarat

ઉનાની આંગણવાડી કાર્યકર ગ્રુપ 1 અને 2 દ્વારા પોષણ ઉડાન 2025 કાર્યક્રમની ઉજવણી કરાઇ

વિવિધ રમતોનું આયોજન સાથે પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ અપાયું.

મકરસંક્રાંતિ નિમિત્તે ઉના તાલુકાના આંગણવાડી કાર્યકર ગ્રુપ એક અને બે દ્વારા પોષણ ઉડાન 2025 કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. પોષણ ઉડાન કાર્યક્રમ દ્વારા ઉપસ્થિત મુખ્ય સેવિકા રમીલાબેન તથા દર્શનાબેન તેમજ મહિલા કોલેજના પ્રાધ્યાપક વર્ષાબેન ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત કિશોરીઓને મુખ્ય સેવિકા દ્વારા પોષણ માસ વિશે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કિશોરીઓ દ્વારા રંગોળી સ્પર્ધા, સંગીત ખુરશી તેમજ કોથળા દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર કિશોરીઓને પ્રોત્સાહિત  ઇનામ આપવામાં આવ્યા હતા.