બિહારના બગહાના રાજા યાદવ ‘ટાર્ઝન બોય’ તરીકે ઓળખાય છે. પોતાની ફિટનેસ અને ઝડપી દોડવાની ક્ષમતાને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા રાજા યાદવ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. ખરેખરમાં, રાજા યાદવ હવે યોગ ગુરુ બાબા રામદેવ સાથે વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ વીડિયોમાં રાજા યાદવ ક્યારેક બાબા રામદેવ સાથે કુસ્તી તો ક્યારેક રેસ લગાવતા જોવા મળે છે. રાજા યાદવ બગહાના મહિપુર ભટૈડા પંચાયતના પાકડ ગામના રહેવાસી છે.
રાજા યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બાબા રામદેવ સાથેના તેમના ફોટા અને વીડિયો શેર કર્યા છે. એક વીડિયોમાં રાજા યાદવ બાબા રામદેવ સાથે દોડી રહ્યા છે. જ્યારે બીજા વીડિયોમાં રાજા, બાબા રામદેવને માલિશ કરતા દેખાય છે. વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બાબા રામદેવ લક્ઝરી કાર ચલાવી રહ્યા છે અને રાજા કારની સ્પીડ સાથે દોડી રહ્યા છે.
રામદેવે કહ્યું- રાજા યુવાનોના સુપરસ્ટાર છે
બાબા રામદેવે કહ્યું, ‘અમારી સાથે યુવાઓના સુપરસ્ટાર રાજા યાદવ છે. યુવાનો તેને ‘બિહારી ટારઝન’ કહે છે. તેઓ 40-42 કિમી પ્રતિ કલાકની ઝડપે દરરોજ 20 થી 25 કિમી દોડે છે. આ એનર્જી માટે દરરોજ પ્રેક્ટિસ કરવી પડે છે. પહેલા તેણે કુસ્તી શીખી. પછી દોડવાનું શરુ કર્યુ. હવે તે કરોડો લોકો માટે પ્રેરણા બની ગયા છે.
‘રાજા યાદવે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. જેમાં તેમણે 24 કલાકમાં 50 હજાર મિલિયન પ્લસ પુશ-અપ્સ કર્યા છે.
બાબા રામદેવે પણ રાજા યાદવને અનેક દાવપેચ પણ શીખવ્યા હતા. રાજા યાદવને પણ ઘણી વાર પછાડી દીધા. હનુમાન દંડ, સર્પ દંડથી માંડીને અનેક પ્રકારના દંડ શીખવ્યા હતા.