Gujarat

ગુજરાતમાં કોળી સમાજને સામાજીક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં  પૂરતી ભાગીદારી અપાવવા માટે અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મિડિયા પ્રભારી શ્રી વિક્રમભાઈ સાખટ મેદાને ઉતરશે

ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 22% છે, જે રાજ્યમાં મહત્તમ છે. આ સમયે, સામાજીક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં  પૂરતી ભાગીદારી આપી સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટે સમાજને એકસંપ થી અવાજ ઉઠાવવા અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મિડિયા પ્રભારી શ્રી વિક્રમભાઈ સાખટ દ્વારા હાકલ કરવામાં આવી.વધુમાં જણાવ્યું હતું કે આઝાદી પછીના સમયગાળામાં કેટલાક સમુદાયોનો પ્રભાવશાળી વિકાસ થયો છે, પરંતુ કોળી સમાજ હજુ પણ ઘણા મુદ્દાઓ પર પાછળ રહ્યો છે.
કોળી સમાજના લોકો રાજકીય મંચ પર પૂરતું પ્રતિનિધિત્વ મેળવવા માટે સંગઠિત થવું જરૂરી છે.
સ્થાનિક સ્તરે પંચાયતથી લઈને રાજ્ય અને કેન્દ્ર સ્તર સુધી વિચાર વિમશ કરવાની જરૂર છે
કોળી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારની નીતિઓ સાથે સાથે લોકોના આત્મવિશ્વાસ અને સંગઠન શક્તિને મજબૂત કરવું જરૂરી છે. ગુજરાતના રાજકીય, થયુંશૈક્ષણિક અને આર્થિક માળખામાં કોળી સમાજને યોગ્ય સ્થાન મળે તે માટે અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મિડિયા પ્રભારી શ્રી વિક્રમભાઈ સાખટ દ્વારા સંયુક્ત પ્રયાસોની જરૂર હોવાનું જણાવ્યું હતું.
રીપોર્ટ : નીતા સાખટ અમરેલી